રવિવાર, 24 મે, 2009

નથી શકતો - બરકત વિરાણી "બેફામ"

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,

ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,

જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે "બેફામ"
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.


પ્રાર્થના

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો - એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ -

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

-ઉમાશંકર જોશી

બુધવાર, 20 મે, 2009

શૂન્ય

આમ તો હું શૂન્યમાંં રહેલો વીસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું ..

મંઝીલ નથી, મુકામ નથી ને સફર પણ નથી

મંઝીલ નથી, મુકામ નથી ને સફર પણ નથી
જીવું છું જીંદગી પણ જીવનની અસર નથી
મારી ઓળખાણ મને પુછશો નહીં
તમને ખબર નથી તો મને પણ ખબર નથી. ;;;;;;;;
તમે દોસ્ત બનશો એવી ક્યા ખબર હતી?
દોસ્તમા પણ ખાસ થશો એવી ક્યા ખબર હતી?
સાચુ કહુ તો...
તમે મળ્યા પહેલા જિન્દગી હતી એની મને પણ ક્યા ખબર હતી?

રોજ રોજ સૂરજને ગુડ મોર્નીગ
કહી જીવીએ છીએ
વ્હાલા પ્રભુ ને સુબહ સુબહ
પ્રાર્થના કરી જીવીએ છીએ...

કાનનું મટકું ય માર્યા વગર
રેડીયો સીટી સાંભળિએ છીએ
જીવનની વસંતમાં ટહૂકાઓ કરી
જીવીએ છીએ...

ભૂતકાળની દોરી પકડીને, ભાવિ
ની ચિંતા છોડીને
સમય સાથે તાલ મેળવીને જીવીએ છીએ...

આંખોમાં બહુ બધા સુમધુર
સમણાઓ સજાવીએ છીએ
તેમને સાચા બનાવવાનો
પરીશ્રમ કરી જીવીએ છીએ...

જુવોને કાગળ પર કમળના
ચિતરડા દોરીએ છીએ
ઇચ્છાનાં દરબાર માં
મહારાણી બની જીવીએ છીએ...

અમે તો ફૂલો સાથે, તિતલીઓ
સાથે દોસ્તી કરીએ છીએ
જીવનને મીઠી યાદોનાં
ગુલદસ્તાથી સજાવીને જીવીએ છીએ...

પત્રોમાં, ઈ-મેઇલ માં
સિગ્નેચરની પહેલા 'કીપ
સ્માઇલીંગ' લખીએ છીએ
મિત્રોને બે-ત્રણ ટૂચકાઓ
કહીને જીવીએ છીએ...

બસ, જીવવાનું આવું ગાડું
સાહસ કરીને જીવીએ છીએ
એ સાહસમાં શ્રીનાથજી બાવા
ને વંદી ને જીવીએ છીએ...
રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને છૂટા પડી ગયા.

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને ભળી ગયાં.

અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! !

રવિવાર, 10 મે, 2009

શુકલજિબાપ


શુકલજિબાપુ

કદાચ એક ગાડો પુરુષ?

કેમ?

કેમ કે તે બ્રાહ્મણ હોવા છતાં નહોતા જાણતા હરીજન,ભંગી,મુસ્લીમ નો ભેદ

જેને ગામ આખુ પ્રેમથી જમાડતુ

જેને માત્ર માણસાઇજ ધમૅ

લોકોને શિક્ષિત અને તંદુરસ્ત જોવા જેનુ સ્વપ્ન

તેવો આ પાગલ માણસ એ પણ જાણતો હ્તો કે,

આ દુનીયા છોડી પોતાને ક્યારે જવુ છે?

જેણે સમી જેવા નાનકડા ગામને પ્રેમ નો સંદેશ આપેલ છે

તેવા આ શુકલજિબાપુ ની ક્દાચ વિષ્વ ના દરેક ગામને જરુર છે ????????

વાંક કોનો

રસ્તા પર ચાલ્યો જતો એક માનવી પડી જાય

ઊભો થાય અને ફરી પડી જાય

આમ સતત પડતો જાય અને ફરી ઉભો થવા પ્રયત્ન કરે

પરંતુ સમાજ રુપી આ રસ્તામાં તેનો હાથપકડ નાર કોઇ ના મલે ?

અને તે કાયમી અપંગ બની જાય તો વાંક કોનો

સમાજ નો કે વ્યક્તી નો ??????????????

જગદીશ કોટક

આપ થોડીવાર માણસ થાઓ

એક વખત એક વેપારીને ત્યાં ગામડેથી એક ગ્રાહક આવ્યો તેને થોડો સામાન જોઇતો હતો તેને જોઇ વેપારી કહ્યુ તમારે શુ જોઇએ છે કહી જોઇતા માલનું લીસ્ટ બનાવવા બેસી ગયો ગ્રાહક ગામડે થી ચાલી ને આવ્યો હતો ગરમી ખૂબ હતી તેને પાણીની ખૂબ તરસ લાગી હતી તેણે વેપારી પાસે પાણી માગ્યુ વેપારી એકલોજ હતો કામ ધણુ હતુ તેણે ગ્રાહકને કહ્યુ માણસ બહાર ગયો છે આવે પછી પાણી પાય આપ પહેલા જે માલ ખરીદ વાનો હોય તે બોલો જેનુ લીસ્ટ બનાવી લઇએ ગ્રાહક નો જિવ પાણીમાં હતો તેણે બે-ત્રણ વખત પાણી માગ્યુ વેપારી ફરી એજ જવાબ આપ્યો માણસ આવે એટલે પાય હવે ગ્રાહક થી ન રહેવાયુ તેણે કહ્યુ ક્રુપયા આપ થોડીવાર માણસ થાઓ અને મને પાણી પાઓ.....................

જગદીશ કોટક

શુક્રવાર, 8 મે, 2009

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી

ગઝલ

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
- આદિલ મન્સૂરી